યુ ટર્ન

“શું થયું? પુરી વાત કહીશ તો ખબર પડશે, આમ રોતી રહીશ તો કેમ ચાલશે?” ખુશીએ એની બચપણની ફ્રેન્ડ સૂચિને પૂછ્યું. “પરાગની અમુક વાત અને વર્તન નથી સમજાતું. પહેલા સારી સારી વાતો કરતો હતો અને હવે એમની ખરાબ આદત, પાસ્ટની વાતો અને કુટુંબની વાતો ખબર પડે છે તો એમ […]

છેલ્લો પડઘો

રામજી આજે દસ દિવસે બોર,આમલી, કેરી..જેવી આથેલી વસ્તુ ઓ ની લારી લઈ બહાર નીકળ્યો…કોરોના વાયરસ ના ફેલાવાથી સરકારે બધું બંધ કરી દીધેલું… સેવા કરનારી સંસ્થાઓ ખાવાનું આપવા આવતી.. પણ બે દિવસથી કોઈ કઈ આપવા આવી નહોતું. ઘરમાં બચાવેલું હતું એ બધું વપરાઈ ગયું..તેની પત્ની એ કહ્યું, એવામાં તમે […]

અવસ્થા અને સ્વપ્ન

મનુષ્ય પોતાના સમગ્ર જીવન દરમિયાન ત્રણ તબક્કામાંથી પસાર થાય છે. ૧. બાલ્યાવસ્થા. ૨. યુવાવસ્થા. ૩. વૃદ્ધાવસ્થા. માનવી આ અવસ્થાઓ દરમિયાન અનેક અનુકૂળ,પ્રતિકૂળ સંજોગોમાંથી પસાર થઈ,સારા..નરસા અનુભવો લઈ, સફળ કે નિષ્ફળ થઈ આગળ વધે છે. આ ત્રણ અવસ્થા દરમિયાન પોતે જોયેલા સપના સાકાર કરવા માટે, પ્રગતિના પંથે ઉડાન ભરતો […]

સ્ત્રી : એક સર્જનહાર સ્ત્રી

સ્ત્રી : એક સર્જનહાર સ્ત્રી …. હા..હું એક સ્ત્રી છું..એક નારી છું. પ્રથમ હું રદ ઈશ્વર અને મારા જન્મદાતા સમક્ષ આદરથી શીશ ઝુકાવુ છું ,ને ઋણ સ્વીકારું છું કે જેમણે મને સ્ત્રી તરીકે જન્મ આપ્યો. સ્ત્રીની ગરિમા પામી શકું એટલી સમજ આપી. દીકરી, બહેન, પત્ની, માતા સ્વરૂપે ફરજ […]

દીકરી

વિશ્વ મહિલા દિન લખેલ નવલિકા “દીકરી”વાર્તા લેખિકા : – રીટા મેકવાન મધરાતનો સુમાર , આખું ગામ સ્તબ્ધતા ઓઢીને સુઈ ગયું હતું. એક મા પોતાની લાડકી દીકરીનું માથું ખોળામાં લઇ સુવાડી રહી હતી…….અને દીકરીએ જોરથી ચીસ પાડી…”હું ચોર નથી ..મને નહિ મારો…મને છોડી દો ….મારું શિયળ નહિ લુંટો ……મને […]

નિરાંત

તારો પડછાયો રાતની નિરાંત. તારા સ્મરણ એકાંતની નિરાંત. જીવવાનું એકમાત્ર કારણ છે તું, નહીં ભૂલવાની વાતની નિરાંત. નથી તું પણ છે જ, ક્યાં જઈશ ? ના જુદા થાય તે સાથની નિરાંત. ચિંગારી છે હજુ, અજવાળું થશે, આશભરી પ્રેમ-રાખની નિરાંત. સ્મરણ થકી જ જીવશે ‘અખ્તર’ મળી ગયેલા તે ઈલાજની […]

સ્વર યોગા અનુભવ – 8

સૂર્ય નાડી (જમણું નાક), ચંદ્ર નાડી (ડાબું નાક) અને સુશુમના નાડી (બંને નાક સાથે) વિશે આપણે પહેલા જોયું, હવે એ બંને નાડી વિશે વિસ્તારમાં જાણશું અને નિર્ણય લેવામાં એ કેમ ઉપયોગી આવે અને કંઈ નાડી માં ક્યાં ક્યાં કામ કરવા તે જોઈશું સાથે નાડી ચેન્જ કેમ કરવી તે […]

સ્વર યોગા અનુભવ – 7

એક પોસ્ટમાં બધું સમાવવું શક્ય નહોતું એટલે આટલા પાર્ટ કર્યા છે, તો લાસ્ટમાં આપણે જોયું કે તમસ, રજસ અને સાત્વિક આહાર કોને કહેવાય એ. હવે અમુક રોગ વિષે અને શરીરના અગત્યના અંગો / ભાગોને કેમ સ્વસ્થ રાખવા તે જોઈશું. બ્લડ પ્રેશર / ડાયાબિટીસ : આ બંને બીમારીઓ બહુ […]

સ્વર યોગા અનુભવ – 6

સમયના અભાવે 5 ભાગ પછી લખી ના શક્યો, પરંતુ પછીના દિવસોમાં જે જે મને જાણવા મળ્યું તે એક સાથે ટૂંકમાં લખું છું. આ કોર્સ મારી જિંદગીમાં સારો અનુભવ લઈને આવ્યો, ખુબ બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું. હવે આવતા મહિને આનો જ લેવલ-2 પણ જોઈન કરવાનો છું અને પછી […]

ખાડો

વર્ષો પછી શહેરના કલેક્ટર કોષ્ઠી સાહેબને એકાએક કંઇક યાદ આવ્યું અને વર્ષો જુની ફાઇલમાં સાચવીને મુકી રાખેલી એક તસ્વીર  હાથમાં લીધી. એ તસ્વીર જોતા જ પચ્ચીસેક વર્ષ પહેલાનું દ્રશ્ય તેમની સામે ખડું થઇ ગયું….. “કંકુ જલ્દી પગ ઉપાડ અને આ તગારું લે, દિ માથે ચઢ્યો શે…!!!” ઝીણાએ માટીના […]

આગમન

શૈલ ઓફિસથી લગભગ મારતા સ્કુટરે ઘરે આવેલો. આજે એની જિંદગીની સૌથી મોટી ખુશીના સમાચાર સાંભળવા મળવાના હતા. ક્ષમાએ સવારના જ તબિયત વિષે ફરિયાદ કરી હતી ત્યારે શૈલે કહેલું “ક્ષમા! હું આજે ઓફિસ નહીં જઊં. તારી સાથે દવાખાને આવીશ.” પણ ક્ષમા એ જ જક કરીને કહ્યું, “નહીં શૈલ, મારી […]

સ્વર યોગા અનુભવ – દિવસ 5

આજનો દિવસ અનુભવ માટે શ્રેષ્ઠ રહ્યો. નાનપણમાં જેમ જાદુ જોઈને અચંબિત થતા અને ખુશી થતી તેવી જ કંઈક ખુશી આજે થાય છે. આટલું મોડું કરવા માટે અફસોસ થાય છે. આજે જે શીખવા અને જાણવા મળ્યું તેનાથી મને તો આગળ જતાં ખુબ જ લાભ થવાનો છે એ પાક્કું, અત્યારે […]

સ્વર યોગા અનુભવ – દિવસ 4

ધ્યાન : ધ્યાન કરવાનું કારણ. ધ્યાન વિશ્રાંતિની સ્થિતિ છે. નીંદર પણ વિશ્રાંતિની સ્થિતિ છે. ફર્ક એટલો કે નીંદરમાં હોઈએ ત્યારે આપણને કંઈ ખબરના હોય પણ ધ્યાનમાં આપણે જાગતા હોઈએ છીએ. નીંદરમાં આપણી કરોડરજ્જુ આડી હોય છે, ધ્યાનમાં ઉભી હોય છે. નીંદરમાં શ્વાસ દોઢ ગણો વધી જાય છે અને […]

સ્વર યોગા અનુભવ – દિવસ 3

જેમ જેમ અનુભવ થતો જાય છે, શીખવા મળે છે એમ એમ વધુ રસ પડતો જાય છે. અફસોસ થાય છે કે આ બધું પહેલા શીખવાનું કે જાણવાનું મન કેમ ના થયું!!? પણ જાગ્યા ત્યારથી સવાર. જેમ આધ્યાત્મિક પુસ્તકો વાંચીને મજા આવી અને તેમાં વધુ ઊંડા ઉતારવાનું મન થયું અને […]

સુખ, સુખ અને સુખ

ઉષ્માએ નજર ઉંચી કરીને જોયું અને ચા નો કપ તૈયાર હતો. હજી તેમાંથી વરાળ નીકળી રહી હતી. બાજુમાં થરમોસ પણ તૈયાર હતું. ઉષ્માએ લખેલાં પાનાં વ્યવસ્થિત ગોઠવ્યા. ગરમ ચાના થોડા ઘૂંટડા ભર્યા. તે ચા પીતા વિચારતી હતી કે પોતે કેટલી ભાગ્યશાળી છે! આવું નસીબ કેટલાનું હશે! બપોરના બે […]

સ્વર યોગા અનુભવ – દિવસ 2

આજે મુખ્યત્વે બે વાત શીખવા અને જાણવા મળી. આ બધું આપણી રોજિંદી જીવનશૈલી જ છે, પણ આપણું એ તરફ કોઈ દિવસ ધ્યાન જ નથી ગયું કે નથી એવી ઈચ્છા જાગી કે આ બધું જાણીએ. તો ચાલો આજે હું જે શીખ્યો અને જાણ્યો છું તે જાણવું છું અને મારા […]

ગુરુની શિખામણ

એક યુવાન માણસે ત્યાગની પ્રતિજ્ઞા લીધી અને સ્વામી બની ગયો. તેના ગુરુએ તેને ત્રણ વસ્તુથી દૂર રહેવાનું કહ્યું, સોનુ-સ્ત્રી અને કીર્તિ. એક દિવસ સ્વામી નદી પાર કરતો હતો અને તેના ધ્યાન પર આવ્યું કે નદી કિનારાનો થોડોક ભાગ ધોવાઈ ગયો હતો. પછી તેણે જોયું કે સોનાના સિક્કા ભરેલા […]

સ્વર યોગા અનુભવ – દિવસ 1

હું યોગા વગેરે માં માનતો નહોતો. હા મૌન યોગ કરતો હતો. ત્યાં મારા હાથમાં એક પુસ્તક આવ્યું “હિમાલયના સિદ્ધયોગીઓ સાથે જીવન” અને ત્યાર પછી મને યોગ અને સાધનામાં રસ આવ્યો. કહે ને કે જયારે જે વસ્તુ થવાની હોય ત્યારે બધા પરિબળો તમને તે તરફ જ ખેંચે, એમ મારી […]

ખુશામતિયાઓ

ખુશામતિયાઓ મનમાં મને કે શેઠ એમની ઉપર રૂપિયા વરસાવશે. પણ શેઠની પાસેથી પૈસા કઢાવવા બહુ જ કઠણ. ચાલો આજે ખુશામતિયાઓને લગતી એક નાની બોધ કથા મમળાવીએ. એક શિયાળ એક સાંઢને જોઈને તેની સોબત કોઈ રીતે મૂકે નહિ. એ ચરતો ફરે, તો પેલું શિયાળ પણ તેની સાથે સાથે જાય. […]

સાચું જ્ઞાન

પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન વચ્ચેનો તફાવત સમજવા માટે મદદ મળે તે માટે આજે એક વાર્તા મમળાવીએ, પછી તેના પર વાત કરશું.  એક ગુરુનો એક વિદ્યાર્થી હતો. જેણે ક્યારેય ગાય જોઈ ન હતી કે દૂધ ચાખ્યું ન હતું, પરંતુ તેને ખબર હતી કે દૂધ પોષણક્ષમ છે. આથી તે એક […]

સત્યની ચકાસણી

એક ગુરુ શિષ્ય પ્રવાસ કરતા હતા. એ જ્યાંથી પસાર થતા હતા તે ગામના સ્ટેશન માસ્તર તેમની પાસે આવ્યા અને કહ્યું “મને અભ્યાસ કરવા માટે કંઈક આપો. હું વચન આપું છું કે હું વફાદારી પૂર્વક તેને અનુસરીશ.” ગુરુએ શિષ્યને કહ્યું “તેમને કશુંક નિશ્ચિત અભ્યાસ કરવા માટે આપ.” શિષ્યએ કહ્યું […]

ભક્તિનો ઘમંડ

નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચીને ભગવાને કહ્યું : “નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક મહાન ભક્ત વસે છે. એની ઓળખાણ કરજો, કારણ કે એ મારો સંનિષ્ઠ ભક્ત છે.” નારદ ત્યાં ગયા અને જોયું તો એક ખેડૂત […]

ફરિયાદ

આત્મસમર્પણમાં ફરિયાદને કશું સ્થાન નથી. દેહનાં સુખદુઃખ તો છે જ. જેને ઈશ્વર-પ્રાપ્તિ થઇ હોય તે પોતાનાં મન, પ્રાણ, દેહ, આત્મા, એ સમસ્ત તેને અર્પણ કરે છે. ચાલો એક આવી વાર્તા મમળાવીએ. વનવાસ દરમિયાન કોઈ એક સરોવરમાં સ્નાન કરતી વખતે રામ-લક્ષમણે સરોવરને કાંઠે માટીમાં ધનુષ ખૂંચાડી રાખ્યું. સ્નાન પછી […]

ઈશ્વર ઉપર સ્નેહ

ઈશ્વર પર અત્યંત પ્રેમ ના આવે ત્યાં સુધી પ્રેમ-ભક્તિ આવે નહિ. અર્જુન, મીરાં, અને નરસિંહ મહેતામાં આપણને આ જોવા મળે છે. ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિશે એક વાર્તા મમળાવીએ. ત્રણ ભાઈબંધો વનમાં થઈને ચાલ્યા જાય છે, એટલામાં એક વાઘ દેખાયો. એક મિત્રે કહ્યું “અલ્યા, હવે આપણા બધાનું મૌત છે […]

ઈશ્વરમાં અડગ શ્રદ્ધા

શ્રદ્ધામાં અસાધારણ સામર્થ્ય છે પણ અહંકાર વિનાશકારી છે. પોતાના ગુરુમાં અનંત વિશ્વાસ ધરાવતો એક ચેલો, માત્ર ગુરુનામ લેતાં લેતાં ચાલતો-ચાલતો નદી પાર કરી ગયો. આ જોઈ એના ગુરુને વિચાર આવ્યો: “શું મારા નામમાં આટલી શક્તિ છે? તો પછી હું જાતે કેટલો મહાન અને સમર્થ હોઈશ!” ‘હું’, ‘હું’, ‘હું’ […]

અંતરનો ભાવ

જેવો અંતરનો ભાવ તેવો લાભ. બે ભાઈબંધ રસ્તે થઈને ચાલ્યા જાય છે. વચમાં એક જગ્યાએ ભાગવત-પાઠ થતો હતો. એક મિત્ર કહે છે કે “ચાલ ભાઈ, જરા ભાગવત સાંભળીએ.” એ સાંભળીને બીજાએ ત્યાં ડોકું તાણીને જોયું, અને પછી એ ત્યાંથી વેશ્યાને ઘેર ગયો. જરા વાર પછી તેના મનમાં બહુ […]

શાંતિ

આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ અને બોલતા પણ હોઈએ છીએ કે બધું છે પણ શાંતિ નથી. શાંતિ બાહ્ય ચીજ નથી, તે આપણી અંદર જ રહેલી હોય છે. ચાલો આજે આપણે આના પર શ્રીમદ્દ ભાગવતની એક બોધ કથા સમજીએ. શ્રીમદ્દ ભાગવતમાં કહ્યું છે કે અવધૂતે ચોવીસ ગુરુઓમાંથી સમળીને પણ […]

એરેન્જ મેરેજ

પગના પંજા પર સહેજ ઊંચી થઈને મેં મહેંદી વાળા હાથેથી દરવાજાની સ્ટોપર બંધ કરી. સવારથી પહેલીવાર હાથની બંગડીઓ આટલી જોરથી ખણકી હતી. સવારથી પહેલીવાર હું ભીડથી દૂર હતી. મેં ચારે બાજુ જોયું, આ એજ રૂમ હતો જે હવે મારું નવું ઘર હતું. એક ડ્રેસિંગ ટેબલ હતું, એક કબાટ, […]

સૌને નૂતનવર્ષાભિનંદન

સૌને નૂતનવર્ષાભિનંદન, સૌને સારા હાલ અર્પણ… હૈયાંના ધબકાર જેવું, મારૂ સૌ ને વ્હાલ અર્પણ… સુખ, શાંતિ અને સમૃદ્ધિનો, મબલખ એવો ફાલ અર્પણ… જીવનને સંગીત બનાવે એવો, લય અને તાલ અર્પણ… લાભશુભનું તિલક કરવા, શુકનવંતુ કુમકુમ અર્પણ… રહો સ્વસ્થ આજીવન, આપને એવાં હાલ અર્પણ… સુખ દુઃખમાં સૌ સ્વજન સાથે […]

नए साल की शुरूआत

आने वाले साल की दुआ में मुझे क्या क्या चाहिए यारो के चेहरे पर ख़ुशी और लबो पर हसी चाहिए मिले ना मिले मुझे अनमोल ख़ज़ाने बेपनाह प्यार के तोहफे चाहिए कोई लेना देना नहीं मुझे दुनिया की भीड भाड़ से चारो ओर दोस्तो के मेले चाहिए चमकते […]

નવા વરસે બધા મળશે

નવા વરસે બધા મળશે તમે મન ને મળજો ઘણા અભિનંદન મળશે તમે મન ને કળજો બંધ બારણે બેસશો નહિ બહાર પવન ને મળજો વાતો કરજો મન સાથે એકાંત ને એકાંતમાં મળજો ખજાનો ખુશીનો જોઈએ છે મન સાથે ભળજો વિચારો ભટકાવે નહિ બસ એટલું સંભાળજો મન થી તમે રાજા […]

શુભદિવાળી

ના રહે કોઈને ધનની તરસ, હોય એવી સૌની ધનતેરસ, ના રહે કોઇ જ ચહેરો ઉદાસ, હોય એવી સૌની કાળીચૌદસ, બને વર્ષની હરપળ રઢિયાળી, હો એવી સૌની શુભદિવાળી, વરસે પ્રેમભાવ અરસપરસ, બને એવું સૌનું નવલું વરસ, મન મહીં પ્રગટાવી સ્નેહદીપ, ઊજવીએ એમ ભાઇબીજ. -પાયલ ઉનડકટ

વિઝા

અમેરિકન કોન્સ્યુલેટ ની બહાર અનિલ ટેક્સી માંથી ઉતાર્યો અને સાથે હતા રતનબા. વિઝા ની લાઈન માં બંને ઉભા રહ્યા અને જયારે રતનબા નો નંબર આવ્યો તો અનિલે રિકવેસ્ટ કરી એમની સાથે ઇન્ટરવ્યૂ આપવા ગયો. વિઝા બારી પર બેઠેલા અમેરિકન એ હસીને આવકાર્ય અને પૂછ્યું “માજી આ ઉંમરે અમેરિકા […]

જાણવું જરૂરી છે

જાણવું જરૂરી છે કેવી રીતે જીવાય છે અમૃત મૂકી ને બાજુએ ઝેર કેમ પીવાય છે બોલતા બધા ને આવડે હોંઠ કેમ સિવાય છે ઓળખાણ તમારી નક્કી કરશે કઈ મેહફીલ માં જવાય છે ખરી પરીક્ષા વમળમાં છે શાંત પાણીએ તરી જવાય છે સંબંધોની સાચી પરખ મુશ્કિલ સમયમાં થાય છે […]

સુખ એક શોધ

ગીતાના  સૂત્ર પ્રમાણે વ્યાખ્યા આપી શકાય કે, ” મનની શાંતિ એટલે સુખ.” એટલે ગીતામાં કહ્યું છે કે ” જે સ્થિતપ્રગ્ન છે, જેની બુદ્ધિ સ્થિર છે- જેનું મન સ્વસ્થ છે તે સુખી છે.” ” અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં મન વિચલિત ન થાય, હર્ષ કે શોકનો આઘાત મનને અસ્વસ્થ ન […]

પસ્તાવો

“તું મને છૂટાછેડા આપવાનો છે તો શશાંકથી સારો વકીલ બીજે ક્યાં મળશે. એ આવશે એટલે હું જ કહીશકે તમારામિત્રને મારાથી છૂટકારો અપાવી દો. એનું જીવન દુઃખમય બની ગયું છે…. હવે પછીનું જીવન તો સુખી થઈ જાય.” પૂર્વાએ શાંતિથી કહ્યું. અમિત પરેશાન બનીને કહે, ”શું થયું છે તને? આવી […]

ऐ दिल झूम ले ज़रा

ऐ दिल झूम ले ज़रा अभी तो सफर की इब्तेदा हुई है जान पेहछान पक्की हुई है दिलसे दिलकी राह मिली है 58 की उम्र भी कोई उम्र है अभी तो धड़कने जवान हुई है ऐ दिल झूम ले ज़रा अभी तो मंज़िलें दिखी है कोई अच्छी ग़ज़ल […]

બા મા મમ્મી મોમ

”બસ આખો વખત છાપા અને ટીવીમાં જ ખોડાયેલા રહેશો? દીકરીની છે જરાય ચિંતા? તમારી લાડલી હવે નાની છોકરી નથી રહી, સત્તર વરસની યુવતી બની ગઈ છે. આ રીતે એકલું તેનું મોડી રાત્રે ડિસ્કોથેકમાં જવું…” સરલાબેનની એની એ જુની રેકોર્ડ સાંભળી રમેશભાઈ છાપામાંથી ડોકું બહાર કાઢયા વગર મલકાયા, ‘અરે […]

ગરબો

ગરબો… આદ્ય શક્તિની આરાધનાનુ પ્રતિક ગરબો. એની એક પ્રદક્ષિણા થી 108 પ્રદક્ષિણા નુ પુણ્ય મળે છે. ****** રીટા અને રાકેશનુ નવુ લગ્નજીવન શરુ થયુ…સાસુ રમાબેન અને સસરા રમણભાઈ ને આનંદ નો પાર ન હતો..પણ રીટા સ્વભાવે વિચિત્ર વાતે વાતે સાસુ રમા બહેનનાં વાંધા શોધે..મમ્મી એ આ ન સમજાવ્યું, […]

માનું છું

ગઝલને છંદમાં ઢાળી શકું સૌભાગ્ય માનું છું. નથી એ પ્રાસ ખાલી ભાવનું સાતત્ય માનું છું. લખાવે લાગણીના ગીત શબ્દોનો સહારો લઇ, કવનમાં સૂર આપે એમને આરાધ્ય માનું છું. ભલે ગાડી ઝરૂખાં સાહ્યબી સુવર્ણ લલચાવે, જરા પરવાહ કરતાંને જ મારું હાસ્ય માનું છું. મળે કિંમત સમર્પણની સબંધોમાં ન આશા […]

વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે

વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે, ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે… ૧. બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા પૂછતાં માલુમ પડ્યું કે ‘અહિંસા’ વિશે ડિબેટ ચાલી રહી હતી – હિતેશ તરસરિયા ૨. ગરમીએ શેઠજીને દવા લેવડાવી, નોકર તો રોજ લીમડો વાટીને […]

સંસ્કાર

ગામના એક કુવા પર 3 મહિલાઓ પાણી ભરવા માટે ઉભી હતી. અને તેમના ત્રણેય નાં દિકરાઓ સામેના મેદાનમા રમતા હતા. ત્યારે એક મહીલાનો દીકરો રમતા રમતા તેની માઁ પાસે આવ્યો અને બોલ્યો by , mom , I am going to home ત્યારે એની માઁ બોલી કે “જુઓ આ […]

મિત્રોના પ્રકારો હોય છે

મિત્રોના પ્રકારો હોય છે. કેટલાક કૉફી ફ્રેન્ડ્ઝ જેમની સાથે કોફી ટેબલથી આગળ વધવાનું મન જ ન થાય. કેટલાક એવા જેમની સાથે રાતના અંધારામાં ખુલ્લી સડક પર દુનિયાની પરવા કર્યા વગર હાથમાં હાથ પકડીને ચાલી શકાય. કેટલાક એવા જેમના ખભા પર માથું મૂકીને રડી શકાય. અમૂક ફોર્મલ મિત્રો જેમની […]

મમ્મી ! તું સાચી…

“તું શું બોલી રહી છે. એ તને ખબર પડે છે? આ તારું ઘર નથી. ચાલ  ઊઠીને હાથ પગ – માેં ધોઇ કાઢ, તારે કોલેજ જવાનું મોડું થશે .” “મમ્મી! મેં લગ્ન કોર્ટમાં કરી લીધા છે. એની મુદત તો ક્યારનીય પૂરી થઈ ગઈ, પણ હવે તું નાની બનવાની છું […]