Category: Payal Unadkat

શુભદિવાળી

ના રહે કોઈને ધનની તરસ, હોય એવી સૌની ધનતેરસ, ના રહે કોઇ જ ચહેરો ઉદાસ, હોય એવી સૌની કાળીચૌદસ, બને વર્ષની હરપળ રઢિયાળી, હો એવી સૌની શુભદિવાળી, વરસે પ્રેમભાવ અરસપરસ, બને એવું સૌનું નવલું વરસ, મન મહીં પ્રગટાવી સ્નેહદીપ, ઊજવીએ એમ ભાઇબીજ. -પાયલ ઉનડકટ

માનું છું

ગઝલને છંદમાં ઢાળી શકું સૌભાગ્ય માનું છું. નથી એ પ્રાસ ખાલી ભાવનું સાતત્ય માનું છું. લખાવે લાગણીના ગીત શબ્દોનો સહારો લઇ, કવનમાં સૂર આપે એમને આરાધ્ય માનું છું. ભલે ગાડી ઝરૂખાં સાહ્યબી સુવર્ણ લલચાવે, જરા પરવાહ કરતાંને જ મારું હાસ્ય માનું છું. મળે કિંમત સમર્પણની સબંધોમાં ન આશા […]

મુસાફર

હોય હૈયે હોઠથી બોલાય ના. ના ગમે એ શબ્દથી વિંધાય ના. હાથ જોડો વાંક ના હો તો’ય પણ, એ વગર અવસર બધા સચવાય ના. ટાંકણાના મારને ખમવા પડે, એ વગર પથ્થર કદી પૂજાય ના. દઈ વચન મુખ ફેરવે નિષ્ઠુર થઇ, શું હ્રદય એનું જરા કચવાય ના? આંખથી વરસે […]

હતો

બાજુમાં આવી ને ખોવાયો હતો. મે કર્યું મંથન એ પડછાયો હતો. વાસ્તવિકતા ના હતી એમાં જરા, માત્ર સ્પંદનથી એ સચવાયો હતો. સૂર્ય તપતા ને સમાયો શૂન્ય થઇ, લાગ્યું મુજમાં ક્યાંક રોપાયો હતો. સાંજ થાતા દોટ મેલી આભમાં, દિવસે સાથે સતત ચાલ્યો હતો. મેં તો માન્યુ’તું સદાનો સાથ છે, […]

કરિશ્મા…

(લગાગા લગાગા લગાગા લગા) કરિશ્મા કહું કે કરામત કહું ! પ્રભુ તવ કૃપાને હું ચાહત કહું! જો ઉતર્યો છે આંગણ સુરજ હેમનો, હું એને વધાવી તથાગત કહું! ન માળા જપી ના ગવાયું ભજન, છતાં દર્દ હર તો હિફાજત કહું! લઈને પરીક્ષા જીતાડે મને, હું આ રીતને તારી ગમ્મત […]

પ્રભુ તારી કસોટીનું કરામત નામ રાખ્યું છે

(લગાગાગા×4) પ્રભુ તારી કસોટીનું કરામત નામ રાખ્યું છે. કરે પરવાહ તું એનું મહોબત નામ રાખ્યું છે. નજર સામે ન આવે તું ના પૂછે હાલ શબ્દોથી, મિલાવે હાથ આફતમાં શરારત નામ રાખ્યું છે. ગગનમાં ચાંદ તારા ને ધરા પર પર્ણ પુષ્પો છે, સતત વહેતા આ જળનું મેં ઇનાયત નામ […]

અહમનો ધુમાડો ઉડાડો ગગનમાં

(લગાગા×4) અહમનો ધુમાડો ઉડાડો ગગનમાં, કરો વાવણી વ્હાલની થોડી મનમાં, ખર્યાં પાનની વાત પકડી ફરો શું! વધાવી લો કૂંપળ ઘણી છે ચમનમાં, સ્વજનનાં દીધેલાં ઝખમ સાચવીને, મઢાવો કલમથી તમારાં કવનમાં, પ્રસિદ્ધિ છતાંયે આ મન ઝંખતું’તું, તું કારો કરે મિત્ર એવો વતનમાં, ભલે મીર મારો દમામી અદાથી, છે તાકાત […]

રાધિકા તો કાનુડાની પ્રીત છે

રાધિકા તો કાનુડાની પ્રીત છે, શ્વાસ એના શ્યામને અર્પિત છે, બંસરીના સૂરથી દોડી જતી, કાનજી તો રાધિકાના મીત છે, પ્રેમગોષ્ઠી એમની મશહૂર થઇ, વેદ પુરાણે બધી અંકિત છે, નામ કાન્હા સંગ એ લેવાય જો, રાધિકાની પ્રીતની એ જીત છે, પ્રેમમાં વિરહ મળે અંતે સદા, કાન રાધાને મળી એ […]

ગરબો

(ગાલગા×4 ગા) મેં તો ગરબો સજાવ્યો ઘણાં હોંશથી રે… માત અંબા પધારો ગગન ગોખથી રે… ઓઢી નવરંગ તે ચુંદડી નીસરી રે, સાથ સહિયરને લીઘી મેં તો ચોકથી રે… કેટલાં ઓરતા રાસ રમવા જગાવ્યા કામ ઝટપટ પતાવ્યા એનાં મોહથી રે… સાંજ પડતા રમીશું અમે ચોકમાં રે, રાહ જોતી હતી […]

હુંકાર

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) છે મહામારી અને જોખમ ઘણા સંસારમાં, જાનની પરવાહ છોડે કેટલા સરકારમાં? એટલી તાકાત ના અજમાવશો પડકારમાં, આંખમાં ઉભરે પછી એ આગના આકારમાં, ના ગમે જે વાત એ ખાડે દટાવી નાખજો , આવરો ના અણગમાને કોઇપણ તકરારમાં, છે હવેલી બંધ ને મંદિર બધા સોપો પડ્યો, […]

ઈશ્વર તને છૂટ છે

(ગાગાલગા ગાલગા×2) ભૂલું તો ફટકારજે ઈશ્વર તને છૂટ છે, તું દંડ પણ આપજે ઈશ્વર તને છૂટ છે, આ મેં કર્યુ છે કહેતી છો પ્રજા શાનમાં, અસ્તિત્વ દેખાડજે ઈશ્વર તને છૂટ છે, દાવો નથી કે હમેશા સત્યવાદી જ છું, પણ જૂઠથી ટાળજે ઈશ્વર તને છૂટ છે, દીપક ઝળહળે ને […]

રગેરગમાં

પલીતે પ્રીત બાળો તો,જલન થાશે રગેરગમાં. શબદથી આગ ચાંપો તો, અગન વ્યાપે રગેરગમાં. ના બાળો આમ ભીનેરાં હ્રદયને આપ કાંડીએ, તમારામાં સજાવો તો,હવન લાગે રગેરગમાં. ઠિઠુરતી રાત ગાળીશું, ગઝલનાં તાપણાં કરજો, ચલમ ફૂંકીને ગાળો તો પવન ગાજે રગેરગમાં. મને લાગે છે કે મારે તો મૃગજળને પીવાનું છે, તરસ […]

હરાવી નહિ શકો

ભેજ છે જે કાષ્ઠમાં એને જલાવી નહિ શકો, કોતરાયું કાળજે એને છુપાવી નહિ શકો, હાથ ઝાલીને હરિનો નાવ જે હંકારતા, લાખ કોશિશો કરો એને ડુબાવી નહિ શકો, ડંખ લાગ્યા જે કળીને બાગના ભમરા થકી, કેટલું જળ સીંચશો એને સજાવી નહિં શકો, આવતી આફત બધી કળ કે બળે ટાળો […]

થાક્યો

અધર પર ધરેલા જુઠાણાથી થાક્યો, ના સચ્ચાઇ જેમાં પુરાવાથી થાક્યો, નસીબે હતું એ પલકમાં ગુમાવ્યું, લકીરોના એવા સુધારાથી થાક્યો, નિહાળે સતત પણ ના સંગમ કદીયે, હું ને તું સરીખા કિનારાથી થાક્યો, ઉછળતા પહોંચી જવા મંજિલે જે, સમંદર સમાતા એ મોજાંથી થાક્યો, સબંધોને માની ઘરેણું સજાવ્યા, એ ફરિયાદ કરતા […]

શિવોહમ્

(ગાલગા×4) માનવી ભૂલ ને પાત્ર ના ગમ કરો. દોષ સ્વીકારીને જાત સોહમ કરો. સાત સૂરો મઢાવી પ્રણય ગીતમાં, પ્રીતડી પાથરી શ્વાસ સરગમ કરો. છે ફરજ આકરી થાક લાગે ઘણો, જિંદગી કર્મથી આપ સોડમ કરો. હાથમાં લોટ રાખીને ડુંગર ચડી, રુકમણીને મનાવીને સંગમ કરો. કેટલું દર્દ આપે અગન ભીતરે, […]

ગાંધી

આવી અંગ્રેજો રૂપી આંધી, ના ડગ્યા તો પણ લેશ ગાંધી. ગુલામીની ઝંઝીર એને બાંધી, ના ડગ્યા તો પણ લેશ ગાંધી. સ્વદેશમાં લૂંટફાંટ એને લાંધી, ના ડગ્યા તો પણ લેશ ગાંધી. ભાગલાની ખીચડી એને રાંધી, ના ડગ્યા તો પણ લેશ ગાંધી. ખુદની ખુશી ચડાવીને કાંધી, અંતે આઝાદી લાવ્યા ગાંધી. […]

રાખજો

(ગાલગા ગાલગા ગાલગા ગાલગા) મોજ સાથે દયાનું ચલણ રાખજો, માનવી છો એ હૈયે સ્મરણ રાખજો, ભૂલ શોધી બધાને સુધાર્યા કરો, આતમા સંગ થોડું ભ્રમણ રાખજો, કાળજું પાંખડી જેમ કોમળ ભલે, બાહુ આફત સમયમાં કઠણ રાખજો, સાંભળો ગીતગઝલો ભજનભાવથી, પીડ ભૂખ્યા જનોની શ્રવણ રાખજો, નાવડી જિંદગીની તો મઝધાર છે, […]

સખા

(ગાલગાગા ગાલગાગા ગાલગા) ચોતરફ ગોકુળ ને વૃંદાવન સખા! કૃષ્ણમય મારું બને જીવન સખા! નામ જપ તારા નિરંતર હું કરું, મન હ્રદય મારું બને પાવન સખા! એક ક્ષણ તારી ઝલક તું આપજે, તું જગતનો નાથ હું વામન સખા! માફ કરજે દોષ મારા શામળા, પાથરી દીધો હવે દામન સખા! ખીલવી […]

સાચવી લો શ્યામ બોલે મર્મમાં

જોયુ ના પાછું ફરીને કર્મમાં, નામ ચમકે કેમ એનું સ્વર્ણમાં! કેટલાં ઝખમો કર્યાઁ નિષ્ઠુર થઇ, સળવળી સંવેદનાઓ ચર્મમાં, ના સ્વીકારે જે હકીકત દોહ્યલી, અંતમાં સઘળું ગુમાવે ગર્વમાં, ગામડેથી દોડતો આવે જનક, ના કહે પિતાજી છે એ શર્મમાં, ઝૂંપડીમાં તેલ દીવે પૂરજો, મીણબત્તી ના જલાવો ચર્ચમાં, નામ ઈશ્વરનું ઉગારી […]

સામે પાર…

કસક આ પાર છોડીને જ સામે પાર જાવું છે, ગહન સાગર વળોટીને જ સામે પાર જાવું. રસમના જડ વલણ વચ્ચે ઘણા નિર્દોષ હોમાયા, બધા તોડી મરોડીને જ સામે પાર જાવું છે. વરખવાણી વહાવી ધૂર્તતાથી લોકને ધૂતે, બધા ભાંડા એ ફોડીને જ સામે પાર જાવું છે. ઘણા મણકા સંબંધોના […]

શું કહું એ શિક્ષક વિશે!

પાઠ જીવનના ભણાવે શું કહું એ શિક્ષક વિશે! જયોત શિક્ષણની જલાવે શું કહું એ શિક્ષક વિશે! હાર પામી સર્વ દિશાઓ હો અંધારી ભાસતી , રાહ વિજયની બતાવે શું કહું એ શિક્ષક વિશે! મૂલ્ય શું છે આ સમયનું જિંદગીમાં સમજાવવા, શિસ્ત ને અમલી બનાવે શું કહું એ શિક્ષક વિશે! […]

વર્ષાને તું મનભરીને માણ

વર્ષાની ધારાએ એવા છોડ્યા બાણ, પ્રકૃતિમાં પાંદડે પાંદડે આવ્યા પ્રાણ, આવી પહોંચી છે સવારી મેહુલાની, મોરલાએ કળા કરીને કરી છે જાણ, તરસતા જીવને આપ્યો દિલાસો, નહિ રહે કોઈના કોઠારે હવે તાણ, માનવી આપશે તો ગામ ગજાવશે, કુદરતે ખુલ્લા હાથે કરી છે લાણ, મહેકશે મહોલાતો ને ખીલશે બાગ, ઊગશે […]

શ્રી ગણેશા

જિંદગીનો છે સહારો શ્રી ગણેશા, નાવડી ઝંખે કિનારો શ્રી ગણેશા, દોષ સૌ સંસારના તો દૂર કરતાં, ભૂલને મારી સુધારો શ્રી ગણેશા, વિશ્વ આખાના તમે કષ્ટો નિવારો, વાંક શું છે રે અમારો શ્રી ગણેશા, હાજરીથી આપની સંકટ ના આવે, આપવા ધરપત પધારો શ્રી ગણેશા, થાળમાં છે લાડવા ને સંગ […]

જોયા

સૂરજ ઊગ્યે આગળ જોયા, સંધ્યાટાણે પાછળ જોયા, માનવ જેવા આ પડછાયા, સુખદુઃખમાં એના તળ જોયા, ભૂલેલું સપનામાં જોતાં, પ્રત્યક્ષ થાશે અંજળ જોયા, વેલી નાજુક નમણી અંગે, ભીંતે ચડવાના બળ જોયા, વર્ષોથી ખુલ્લા મંદિરના, વાસેલા એ ભોગળ જોયા, ચમકી ક્ષણમાં ઊડી જાતા, વચનો એના ઝાકળ જોયા, ફોરમ માટે ફૂલો […]

શંભુ

આવ્યો કેવો શ્રાવણ શંભુ! શ્રદ્ધાનું છે કારણ શંભુ! ના મેળા ના સરઘસ એકે, સૌના મુખડે ભારણ શંભુ! મુક્ત મને મલકાવું કેમે! પડદા હોઠે ધારણ શંભુ! જનજનમાં આ બીક જગાવે, કોરોનાનો રાવણ શંભુ! જલધારા ને દૂધ વહાવું, તાપોના ઓ ઠારણ શંભુ! ભક્તો થાક્યા આવો ભોળા, દુઃખોના નિવારણ શંભુ! આવીને […]

બધા નિયમ ફગાવી દઉં

દો મંજૂરી મને છૂપું સરાજાહેર લાવી દઉં, ફરે છે દંભમાં એની હકીકતને સુણાવી દઉં, છે હોઠે મીત શબ્દો છે સજેલા, કેમનું બોલું? નયન એને હજારો નાગ રમતા હું બતાવી દઉં! વચન જૂઠા દઈને કામ પોતાનું કરી લેતા, રજા આપો તો એની જીભને તાળું લગાવી દઉં, સતાવે જે ગરીબોને […]

પિતાજી

હિંમતનું છે નામ પિતાજી, ભૂલોમાં દે ડામ પિતાજી, સંઘર્ષોથી દીપે જીવન, સમજાવે છે દામ પિતાજી, હારી જાઓ ઊભા કરતા, પળમાં પૂરે હામ પિતાજી, કર્મ સદા સંગાથી એના, બીજું માને વામ પિતાજી, આડાઅવળા રસ્તે દેખે, આપે દે અંજામ પિતાજી, સુખ શાંતિ સદાને ઝંખે, એક જ એનું કામ પિતાજી, ઈશ્વર […]

તબીબ

વાત આજ એક અઝીઝની કરું છું, કોઈની નહિં એક તબીબની કરું છું, દર્દ સઘળા સૌના દૂર કરે પળમાં, કહાની એવા મરીઝની કરું છું, યુવાની આખી ખર્ચી અભ્યાસમાં, મોજ વગરના ગરીબની કરું છું, જીવન તમામ કુરબાન ફરજમાં, નખશીખ એવા શરીફની કરું છું, સમય નથી ગમતાં શ્વાસ ભરવા, આપે જે […]

અષાઢી બીજ

નેણનાં નેજવાં કરીને માંડી આકાશે મીટ, વરસી જા ને વ્હાલા આવી ગઇ અષાઢી બીજ, સુકાઇ ગયાં છે ખેતર ને સૂકી પડી ગઇ સીમ, વરસીને આપી જા વહાલા ઉદાસીને હિમ, સુષ્ક ધરાને લીલા ચીરના જાગ્યા છે બહુ કોડ, ઝાંપટું નહિ ચાલે અનરાધાર ધારા તું હવે છોડ, જાર બાજરા વાવવા […]

હલેસે કલમના તરી લો ગઝલમાં

(લગાગા લગાગા લગાગા લગાગા) વિતી વાત વ્હાલી વણી લો ગઝલમાં, હ્રદય સાચવેલું સ્મરી લો ગઝલમાં, ના મત્લા ના મક્તા ના છંદે મઢો પણ, રચી સૂર ગમતો ઢળી લો ગઝલમાં, ના ફૂલો બિછાવી શકો સંમતિના, સહજ આવકારો કરી લો ગઝલમાં, શરીરે ના તાકાત ના રૂપ રંગો, છે મોકો જુવાની […]

વરદાન દે ઇશ

(ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગા) ભૂલી શકું સઘળું જે અણગમતું થયું વરદાન દે ઇશ! ગુંજે ધરી માણી શકું ગમતું બધું વરદાન દે ઈશ! આપી ગઈ અઢળક દરદ ભૂલાવજે એ વાતને તું, હૈયે શબદ સોહામણાં એવા ધરું વરદાન દે ઇશ! છે ભૂલથી ભરપૂર આ માનવતણી સૌ જાત તો પણ, […]

આવો

(ગાગા×4) રંગો લઇને ફાગણ આવો, પૃથ્વીના હર કણકણ આવો, કીડી માટે થૈ કણ આવો, સૃષ્ટીના છો તારણ આવો, વાટ નિરખતી મીરા માટે, પાયલની થૈ રણઝણ આવો, આંસુ છલકાયા છે નયને, સ્મિત બનીને આંગણ આવો, મીંચું આંખો સન્મુખ થાઓ, શ્યામ બનીને સાજણ આવો, સામે જો ના આવો હરપળ, વિચારોમાં […]

આવી જા ને છે તૈયારી

મનને બનવું છે અલગારી, ઈશ્વર તું આપ સમજદારી, સામે તારી મૂરત પ્યારી, શાને શોધું બીજી બારી! સંજોગોથી દુનિયા હારી, વૃદ્ધો, બાળક, નર ને નારી, સૂર્યોદયમાં આભા તારી, આથમતી સાંજે અસવારી, પ્રાણ ભરેલ રમકડાં તારા, વાતો તારી તો ય નકારી, તું આપી આપી ને થાક્યો, માંગ અમારી તોયે જારી, […]

સહારો છે

નહીં અકળાય એ સુંદર; વિચારોનો સહારો છે, કરે સર્જન ગઝલ કે ગીત; સૂરાનો સહારો છે, અરે! થંભી જશે હમણાં ભલેને ડોલતી હોડી, નથી મજધાર વચ્ચે એ કિનારાનો સહારો છે, મહામારી સભર છે રાતદિન ને ખુબ અજંપો છે, થયા ઔદાર્યના દર્શન નજારાનો સહારો છે, નથી દોલત કે શોહરત સાંપડી; […]

નયનવા

સમજાવી દે યાર નયનવા, હાકલ ખુદને માર નયનવા, જગ આખું જગદીશ ચલાવે, કેમ ઉપાડે ભાર નયનવા? ઈચ્છા અવળી રોજ પુકારે, સંયમથી કર ઠાર નયનવા, શબ્દો તારા જેને ખૂંચે, મૌન અધરથી માર નયનવા, કડવા સત્ય વચન ઉચ્ચારે, નક્કી એની હાર નયનવા, પકડી લ્યો ને હાથ અમારો, નાવ લગાવો પાર […]

એમ જ કયાં ઉઘડે ઉન્નતિના દ્વાર

એમ જ કયાં ઉઘડે ઉન્નતિના દ્વાર; સંઘર્ષનો સાગર કરવો રહ્યો પાર, નિષ્ફળતા મળે ચાહે લગાતાર; આગળ વધો, હડસેલીને હાર, નિશદીન અકળાવતાં નવ પ્રશ્નને; ઉકેલવા રહો સદૈવ તમે તૈયાર, ન ગમતું, ન ફાવતું કાર્ય હો તો પણ; લાવો ના કદીપણ કંટાળો લગાર, એક ધ્યેયથી આગળ વધ્યા કરો; માની નિજ […]

છૂટશે શબ્દ તલવાર થૈ મ્યાનથી

છૂટશે શબ્દ તલવાર થૈ મ્યાનથી, તોડશે કોઇનું દિલ એ આસાનથી, જીતશો જંગ અભ્યાસ ને જ્ઞાનથી, સ્થિરતા આવશે બુદ્ધ સમ ધ્યાનથી, શુદ્ધતા રાખશું ભક્તિ ભાવે કરી, કામ કરશે મહાદેવ ફરમાનથી, સ્થિતપ્રજ્ઞ બની જીવતા આવડે, ના અસર થાય વિપરીત હવામાનથી, એષણાઓ ઘણી ઊભરે ફાલતું, થઇ સમજદાર છોડું એને ભાનથી, ભાળશો […]

હોય ના

વેદના સંભારવાની હોય ના, ભાવથી સત્કારવાની હોય ના, ઠોકરે જે કાળના ખંડીત થઇ, રાંગ એ ઉદ્ધારવાની હોય ના, શબ્દ જેના તીર જેવા ખૂંચતા, વાત એ વધારવાની હોય ના, છંદને લય પ્રાસમાં જેના મળે, એ ગઝલ સુધારવાની હોય ના, જંગ છે આ જિંદગી આખી સનમ! એક હારે હારવાની હોય […]

એકાંતે બેસી

બાંધ્યો ઈચ્છાઓને પાળો, એક દિવસ એકાંતે બેસી, કર્મોનો કર્યો સરવાળો, એક દિવસ એકાંતે બેસી, માણ્યો શીત લહર શિયાળો,એક દિવસ એકાંતે બેસી, લાગ્યો ઠંડીમાં હૂંફાળો, એક દિવસ એકાંતે બેસી, બળબળતા વૈશાખી તાપે જનજન ત્રસ્ત બની અકળાતો, સાથ સ્વજન લાગ્યો હેમાળો, એક દિવસ એકાંતે બેસી, ટોળામાં શાને શોધો છો; આતમ […]

આપણે

ચંદ્રમાને આંગણામાં નોતરીશું આપણે, ચાંદનીની ઠંડકે થોડાં ઠરીશું આપણે, ચાંદનીને પણ પિયર લાગે જ્યાં થોડું ઢૂંકડું, ચિત્ર એ બ્રહ્માંડના પણ ચીતરીશું આપણે, તારલાને પણ ગમે આરામ કરવો બે ઘડી, ઓસરીમાં ઘાસ થોડું પાથરીશું આપણે, આગમનથી એમના અજવાળવાને આયખું, વીજસમ ઝબકાર દીવાના કરીશું આપણે, સત્ય નિષ્ઠાને ફરજથી જીવશું જીવન […]

આપણે

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) ચંદ્રમાને આંગણામાં નોતરીશું આપણે, ચાંદનીની ઠંડકે થોડાં ઠરીશું આપણે, ચાંદનીને પણ પિયર લાગે જ્યાં થોડું ઢૂંકડું, ચિત્ર એ બ્રહ્માંડના પણ ચીતરીશું આપણે, તારલાને પણ ગમે આરામ કરવો બે ઘડી, ઓસરીમાં ઘાસ થોડું પાથરીશું આપણે, આગમનથી એમના અજવાળવાને આયખું, વીજસમ ઝબકાર દીવાના કરીશું આપણે, સત્ય […]

ઈશ્વર દયાની મૂર્તિ છે તું

(ગાગાલગા ગાગાલગા ગા) સુંદર સલોની સૃષ્ટિ છે તું, મનને મળી એ તૃપ્તિ છે તું, વરસે વધું કે રાખતી કોરા, વામન વિશાળ વૃષ્ટિ છે તું, અકળાતું સર્વત્ર ફરે જે, પામે પરમ સંતુષ્ટિ છે તું, હર જીવને મનગમતું આપે, પાવન પવિત્ર પુષ્ટિ છે તું, નજરે ધરે ના ત્રુટીઓને, ઈશ્વર દયાની […]

ગોપીગીત

મેં માથે ઉપાડી હેલ હેમની રે! મારી સાથે છે સહિયર ગામની રે! કાના મારગડો મારો રોક મા રે! મારે શીરે ઉપાધિ છે કામની રે! મારો પાલવડાને તું ખેંચમાં ને! થોડી શરમ તો રાખ તું નામની રે! મને સપને આવીને સતાવતો જે, આજ યાત્રા કરાવે ચારોધામની રે! હેતે માથેથી […]

કરીએ

વિતી ગયેલી કાળરાતનું હવન કરીએ, હૈયે ભરેલા જઝબાતનું ભજન કરીએ, ઉકેલી સુખ-દુઃખના સર્વ સમીકરણો, સરવાળા હેતના નિજ ભવન કરીએ, ઊગતાને અવરોધે એ નિંદામણ કરી, મ્હોરી શકે મન એવું ઉપવન કરીએ, સુંઘાડી સંજીવની બુટ્ટી પ્રેરણાતણી, આ જીવન રણને લીલેરું વન કરીએ, ખર્યા પછી જવાનું જ છે એને શરણ, ધરી […]