Category: Raghuvir Patel

વિરહ

હોય સ્વજન પાસે ત્યારે દૂર મોકલવાના અભરખા થાય છે. તે વ્યક્તિ દૂર હોય ત્યારે જીવ મળવા તલપાપડ થાય છે. અજયને  પણ આમ જ થયું. દૂર શહેરમાં નોકરી લાગી. પણ   કોઈ કામ ન આવડે. રોટલી બનાવતાં કે કપડાં ધોતાં. એટલે મમ્મી જોડે આવી આમ પાંચ વર્ષ અલાવ્યું. પછી લગ્ન […]

સંબંધોની શતરંજ

‘હરેક પ્યાદું મારવા કે મરવા જન્મ્યું છે, હરેક સંબંધ હસાવવા,રડાવવા બન્યા છે.’ ગામમાં આજે ભાળેલા અગ્નિ જેવો માહોલ છે. લાગણીથી તરબતર, એકબીજામાં ભળેલા  હૈયાઓને  છૂટા પાડવાનું પાપ કરી રહ્યા છે. વાતનું વતેસર જ થયું છે.એ શંકર ચૌધરી ને જસુ ચૌધરી વેવાઈ તો ન જ રહેવા જોઈએ. કેમ કે […]

બારીનો તૂટેલો દરવાજો

‘તૂટેલા બારીમાં નજર ટકરાઈ, નંદવાયેલા અરમાનો જાગ્યા.’ કોરોનાની મહામારીના કહેર વચ્ચે થીજી ગયા છે શહેરો, ને થીજી ગયા છે ગામડા.આજે માણસ માણસથી ડરે છે. પ્રત્યેક વસ્તુમાં મોત દેખાય છે. આવા સમયે વર્ષોથી શહેરમાં રહેતાં ડોકટર હરીશ પાઠક ગામડે આવ્યા. કોરોના વોર્યસ તરીકે લોકોના જાણ બચાવી નામના મેળવી, સાથે […]

પરિણામની ઉતાવળ

બારમા ધોરણનું વહેલી સવારે પરિણામ આવ્યું. ઉતાવળે ઓનલાઈન પરિણામ જોતા મનોજભાઈ બરાડી ઉઠ્યા. ‘ ક્યાં ગઈ , જો જો તારી લાડલીનું રીઝલ્ટ.’ ‘શું આવ્યું ?’ તેમની પત્ની ને દીકરી શીતલ દોડી આવ્યાં. ‘ શું આવે ! નાપાસ.’મનોજભાઈ ગુસ્સામાં લાલપીળા થઈ ગયા. ‘હેં !!!’ ‘ હું હેં ! મેં […]

ભૂખ

શહેરમાં જ્ઞાતિવાદના દાનવે એવો ભરડો લીધો કે શહેર આખુ ભડકે બળવા લાગ્યું. જ્યાં જુવો ત્યાં મારો કાપોની વાતો. સરકારી- બિનસરકારી મિલકતોને ભારે નુકસાન થયું. શહેરની શાંતિને કોઈની નજર લાગી ગઈ. બે જ્ઞાતિઓ વચ્ચે મુખ્ય રસ્તા પર પૂતળુ મુકવાની બાબતમાં પરિસ્થિતિ વણસી ગઈ. સરકારે 144ની કલમ દાખલ કરી. દેખો […]

માણેકમાની મેંડી(ભેંસ)

વાર્તા: માણેકમાની મેંડી(ભેંસ) ‘પશુ પક્ષી મારા જ અંગો, કેમ દૂર કરું મુજથી. પશુ પીડનથી પીડા થાય,શાને સહેવાય મુજથી?’ ‘મેં તને શેટલીવાર કીધું ક આ મેંડીન મારે નથી વેસવી, તોય ગરાક લઈન શમ આયો?’ ‘પણ બાઈ(બા) આપણ ઢોર વધાર થઈ જ્યાં સ એટલ મન ઈમ ક થોરાં ઓસાં કરીએ.’ […]

સન્નાટો 

ટૂંકી વાર્તા: સન્નાટો ‘કોઈના અભરખા અધૂરા રહે છે, કોઈની કામુકતા પ્રાણને ભરખે છે.’ વૈશાખ પોતાનો પ્રભાવ ગરમી આપીને બતાવે છે. દિવસભર તો લોકડાઉન જેવી સ્થિતિ થાય છે. એટલે લોકો રાત્રીના સમયે બહાર નીકળે છે, પરંતુ રાત એ રાત છે. થાકીને મધ્યરાત્રીએ સૌ જંપી જાય છે એવે સમયે કોણ […]

કલંકનું દર્દ

લઘુ વાર્તા : કલંકનું દર્દ ‘એય પાકીઝા, કેમ આજ બોલતી નથી.?’ ‘…….’ ‘પાકીઝા, હું તને પૂછુ છું ?’ તેની આંખમાંથી બોર બોર જેવડા આંસુ ખરવા લાગ્યા.તે પોતાના ભૂતકાળમાં સરી પડી….પશુપાલનનો ધંધો કરતાં કેટલાંક કુટુંબો પોતાના વતનથી દૂર ઘેટાં-બકરાં લઈને વગડામાં-ખેતરમાં પોતાના ડેરા નાખી રહે છે. ભણવાની ઉંમરે સાગર […]

ઈચ્છા

ટૂંકી વાર્તા: ઈચ્છા ‘રોપશો તિતિક્ષાનું બીજ ,ઊગશે દુઃખોનો છોડ. લણવું હશે સુખનું ફળ, પામશો દુઃખોની ઝડ.’ મંદિરએ આપણા વિચાર કેન્દ્રો છે. માનવ જયારે મુઝવણમાં મુકાય છે ત્યારે મંદિર પાસે જાય છે. પ્રભુના સાનિધ્યમાં તેને શાંતિ અને સમાધાન મળે છે. આમ તો પ્રભુનું મુખ એટલે મંદિરના પૂજારી-મહંત. આખા દિવસનો […]

આલિંગન

‘રહી જીવનમાં એક અતૃપ્ત તૃષ્ણા,રહ્યા અભરખા આલિંગને પુત્રેષ્ણા’ સિત્તેર વર્ષની ઉંમર વટાવી ગયેલી વૃદ્ધ શારદાડોશી પોતાની યુવાનીનું રૂપ અને ગુરૂર ગુમાવી બેઠાં છે. આંખોએ સાથ છોડી દીધો છે. શરીર પર લૂ ખસ થઈ છે. આખો દિવસ શરીર પર ખંજવાળને ખાળવા શરીર ઘસ્યા કરે છે. અશક્તિ અંગે અંગમાં આરૂઢ […]

લજ્જા 

રાજ્યની સબ જેલમાં મહિલા કેદી નંબર 303 નામ એનું કામિની પતિની હત્યાના ગુનામાં સજા ભોગવી રહી છે. તે બીજા કેદીઓ સાથે ક્યારેય ઝઘડો કરતી નથી તેમજ કોઈની સાથે વધુ બોલતી પણ નથી. એકાકી રહે છે. તે હંમેશાં પોતાની દીકરીને યાદ કર્યા કરે છે. આજે પણ દીકરીની યાદોની વણજારમાં […]

મિત્રતા (ટૂંકીવાર્તા)

લગ્નની મોસમ તો હજુ ખીલી નથી છતાં વિલાયતમાં રહેતા જમાઈને પરત જવાનું હોવાથી ઘડિયા લગ્ન લેવાઈ રહ્યા છે. ગૌરાંગભાઈના ઘરે લગ્નો મંડપ શણગારાઈ ગયો છે. જાનડીઓના મીઠા લગ્નગીત સંભળાઈ રહ્યા છે. વર પૂંખણાની તૈયારી થઈ રહીં છે. પકવાન તૈયાર થઈ ગયા છે. મહેમાનો અવનવી મોઘી ભેટ સોગાદો લઈને […]